STORYMIRROR

Kaushal Sheth

Abstract

4  

Kaushal Sheth

Abstract

ધ્યાન જરા આપજો

ધ્યાન જરા આપજો

1 min
157

થઈ દેશની છે દુર્દશા, ધ્યાન જરા આપજો,

થ્યા આબરુના કાંકરાં, ધ્યાન જરા આપજો,


શિક્ષણ અહીં મળતું નથી કેટલાં ભૂલકાંઓને,

છે ઘણાં રઝળી રહ્યાં, ધ્યાન જરા આપજો,


સઘળાં જ ભ્રષ્ટાચાર તો ઘરથી જ શરુ થાય છે,

ઘરને પ્રથમ સુધારજો, ધ્યાન જરા આપજો,


બગડે બીજાનું કામ પણ મારું સુધરવું જોઈએ,

એ ભાવના બદલાવજો, ધ્યાન જરા આપજો,


જાતે બગાડી દેશને ચાલી જવું વિદેશ છે,

કારણ જરા વિચારજો, ધ્યાન જરા આપજો,


આપ્યું સમાજે છે ઘણું પાછું જરા તો આપીએ,

એવી સમજ અપનાવજો, ધ્યાન જરા આપજો,


છત પર ચડી પોકારશે ખોટું કર્યું છે જેટલું,

‘સ્તબ્ધ’ની આ વાત પર, ધ્યાન જરા આપજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract