ખોટ
ખોટ


યમરાજા તમ લોકમાં કરફ્યુ લગાવો જરા,
આ ધરતીલોકની થતી ખોટ અમને ખટકે છે !
ત્યાં આવતા જતાં તો ઘણા હતાં હમણાં સુધી,
પણ આ એક તરફી પ્રવાહ અમને ખટકે છે.
ચહેરા પર ચહેરા ઢાંકી વિહર્યા ઘણું અવની પર,
કાપડ કેરા ટુકડા કેરી આ આડશ અમને ચટકે છે,
મેલાં મનની સજા મળી હવે તન ધોવા સૌ મથતાં,
કુદરત કોપથી બચવા પામર અહીં તહીં ભટકે છે,
કાળ તણી તલવાર હવે અમ સર્વ ને દેખાતી થઈ,
ભૂલ ભલે થઈ ઘણી, હવે તે માથે અમારા લટકે છે,
સમયની આ કપરી લીલા ક્યાં જઈને અટકશે..?
તો યે જુઓ તકસાધુઓ હજુ મજબૂરોને ઝટકે છે,
જો કે,મતલબી દુનિયામાં દીપક કોઈ ઝળહળતા,
હૂંફે હૂંફે અહીં સ્વજન સમ જ્યોત બનીને ઝળકે છે,
યમરાજા તમ લોકમાં કરફ્યુ લગાવો જરા,
આ ધરતીલોક ની થતી ખોટ અમને ખટકે છે !