મારું જીવન
મારું જીવન
1 min
467
લાગણીના તાંતણેથી બંધાયેલું મારું જીવન,
વિશ્વાસ અને પ્રેમથી ગૂંથાયેલું મારું જીવન,
મેળવ્યું ઘણું અને ગુમાવ્યું ઓછું છે અહીં,
છતાંય અસંતોષથી ભરાયેલું મારું જીવન,
સ્વપ્નો જોયાં અને તૂટયાં પણ છે અહીં,
તોય સ્વપ્નોના રંગમાં રંગાયેલું મારું જીવન,
નિરાશારૂપી વાદળો છવાયેલાં છે ચો- તરફ,
ને આશાનાં સાગરમાં ઘેરાયેલું મારું જીવન,
દુઃખ કરતાં સુખ વધારે જ ભોગવ્યાં છે અહીં,
તોય સુખની શોધમાં ભટકાયેલું મારું જીવન.