કૃષ્ણ કનૈયો
કૃષ્ણ કનૈયો
નટખટ તોય સોહામણો લાગતો કૃષ્ણ કનૈયો,
એ તો ગોપીઓનો મનભાવન કૃષ્ણ કનૈયો,
માખણ ચોરી ખાતો, ખાય ને ખવડાવતો,
એ તો જશોદાનો રાજદુલારો કૃષ્ણ કનૈયો,
જેને માથે મોરપંખ શોભે, કંઠે ગુંજાની માળા,
એ તો નંદરાયનો લાડકવાયો કૃષ્ણ કનૈયો,
ચરાવતો ગાયો જે બાળસખાઓ સાથે,
એ તો ગોકુળનો ગોવાળિયો કૃષ્ણ કનૈયો,
ઈન્દ્રના પ્રકોપથી બચાવ્યું જેણે સઘળું ગોકુળ,
એ તો ગિરિરાજધારી કહેવાયો કૃષ્ણ કનૈયો,
કામણગારી આંખો જેની પળમાં મન હરનારો,
એ તો રાધાજીના હૃદયમાં વસનારો કૃષ્ણ કનૈયો,
સઘળી સૃષ્ટિનું કરે છે જે કલ્યાણ અને રક્ષણ,
એ તો ભક્તોનો પાલનહારો કૃષ્ણ કનૈયો.
