STORYMIRROR

Avani Kotecha'vasudha'

Others

4  

Avani Kotecha'vasudha'

Others

નામ જુદાં - જુદાં

નામ જુદાં - જુદાં

1 min
352


બન્યાં છીએ બધાં પંચતત્વે તોય, 

માનવીએ – માનવીએ રંગ જુદાં – જુદાં, 


ચાલે છે સૌ પોત – પોતાના રસ્તે ને, 

અહીં સૌના કામના ઢંગ જુદાં – જુદાં, 


જમી જાણે છે એક પંગતે તો પણ, 

જુઓ તો મળશે બધાંના મન જુદાં – જુદાં, 


હોય મનમાં શું ? દેખાડો હોય કંઈક બીજો, 

અહીં તો અંદર- બહારના ભાવ જુદાં-જુદાં, 


સર્જનહારે બનાવ્યાં સૌને એકસમાન તોય, 

અહીં છે ઊંચ – નીચના સ્થાન જુદાં – જુદાં, 


સૌની છે અહીં અલગ ઓળખાણ ને, 

વળી હોય છે બધાંના નામ જુદાં – જુદાં.


Rate this content
Log in