ખોટ બહું પડે છે
ખોટ બહું પડે છે
1 min
274
લાગણીને ક્યાં કોઈના બંધનો નડે છે ?
શોધો જો મનથી તો એ દરેકમાં જડે છે,
નથી હોતો નશો કાગળના એ ટુકડામાં,
તોય જો ને અમીરોનો પૈસાનો કેફ ચડે છે,
ખુશ હોવાનો ઢોંગ કરે છે માનવ આજકાલ, ને,
જુઓ તો મનમાં ને મનમાં રોજ એ રડે છે,
સાચવી લેજો દરેક સંબંધને જીવતે જીવતાં,
ગુમાવ્યા પછી એ વ્યક્તિની ખોટ બહુ પડે છે,
છે દેખાવનો સાથ અહીં સૌને જગત આખાનો,
છેવટે તો સૌ પોત -પોતાની લડાઈ જાતે જ લડે છે.
