પ્રણયનો સ્વાદ
પ્રણયનો સ્વાદ
અઢળક લાગણીનો ખજાનો મેં મનમાં દાટ્યો છે,
તોય ભીતરે હજુ ક્યાંક એક ખૂણો ખાલી રાખ્યો છે,
માન્યું કે લાગતો હશે એકલતાનો ભાર જીવતરમાં,
છતાંય ક્યાં અમે અહીં કોઈનો સાથ માંગ્યો છે,
પામી લીધાં છે નયનોએ કંઈ કેટલાંય શમણાંઓ,
અમે અહીં ક્યાં પે’લીવાર પ્રણયનો સ્વાદ ચાખ્યો છે !
આજ - કાલ લોકો તોલે છે સંબંધોને સ્વાર્થે,
ને અમે તો અહીં લાગણીનો પણ ક્યાં માપ કાઢ્યો છે,
બેસવું છે હવે ક્યાંક છાંયડો ગોતીને મારે એકલું,
આ જિંદગીએ દોડાવીને બહું થાક આપ્યો છે,
આવીને સુખના દરવાજે હવે હાશકારો થયો છે,
કે આ દુઃખનો સફર અમે માંડ કરીને કાપ્યો છે.

