STORYMIRROR

Avani 'vasudha'

Others

4  

Avani 'vasudha'

Others

ધરતી પર છવાયો છું

ધરતી પર છવાયો છું

1 min
258

પરોપકારી હોવા છતાંય ઘવાયો છું,

આજ ફરી પાછો દુનિયામાં વગોવાયો છું,


હતી મને સત્યની પૂરેપૂરી જાણકારી,

છતાંય જુઠ્ઠાણી વાતોમાં ફસાયો છું,


હસ્યો હરવખતે આ સ્વાર્થી જગત પર,

ને આજે હું જ સ્વાર્થમાં સપડાયો છું,


સંબંધોની સાપસીડીમાં હંમેશા હાર મળી,

છતાંય જો ને લાગણીમાં અટવાયો છું,


મળી જશે ઘણાં સાથી જીવનના આ સફરમાં,

પણ તું નહીં મળે એ વાતે ગભરાયો છું,


માંડી છે મેં દોટ આકાશ તરફની ને,

આજે જો ને ધરતી પર છવાયો છું.


Rate this content
Log in