STORYMIRROR

Avani 'vasudha'

Others

4  

Avani 'vasudha'

Others

હું પદનો કેફ..

હું પદનો કેફ..

1 min
391

       ‘હું’ પદનો કેફ….

આમ તો શ્રદ્ધાને ક્યાં કોઈ બંધનો નડે છે,

અંધશ્રદ્ધા એ તો કેટલાય ના જીવન બળે છે.


એવું તો ચાલી રહ્યું છે જગમાં જીવનનું યુદ્ધ કે,

આજે શ્વાસ લેવા માટે પણ માનવ લડે છે!


જીવતું હોય જે ફક્ત પરોપકાર માટે જગમાં,

એવું આજકાલ ક્યાં કોઈ ગોત્યું જડે છે?


 વાર નથી લાગતી એમનું પતન થતાં કે,

 જેમને અહીંયા ‘હું’ પદનો કેફ ચડે છે.


સાવ જુદી જ છે ઈશ્વરના ન્યાયની રીત અહીં,

કે સૌને તેના કર્મના આધારે જ ફળ મળે છે.


- અવની ‘વસુધા’



Rate this content
Log in