STORYMIRROR

Avani 'vasudha'

Others

4  

Avani 'vasudha'

Others

સુખમાં કાપ લાગે છે..

સુખમાં કાપ લાગે છે..

1 min
370

ઊભા છીએ છાંયડે તોય તાપ લાગે છે,

નક્કી આ કોઈ ખરાબ કરેલ પાપ લાગે છે.


નથી ફિકર તમારા આંસુઓની અહીં કોઈને, 

જો હસો તો હસવા પર કેટલાંય માપ લાગે છે. 


ઓછી નથી હોતી બેચેની મનમાં એ સમયે, 

જ્યારે કોઈના ખરાબ વેણની મનમાં છાપ લાગે છે. 


માપવું હોય તો માપી લેજો ક્યારેક સમય મળે તો, 

કે અહીં જીવનમાં દુઃખ થી વધુ સુખમાં કાપ લાગે છે. 


દુભાવતા પહેલાં કોઈનું હૈયું ધ્યાન રાખજો સાહેબ, 

કેમ કે, બહું આકરાં પડે છે એ જે અંતરથી શાપ લાગે છે. 


Rate this content
Log in