હૈયામાં છુપાવી લઉં
હૈયામાં છુપાવી લઉં
આંસુને તમારા આજ મારી આંખે સજાવી લઉં,
સ્મિત મારા મુખનું ચાલોને તમારા મુખે રચાવી લઉં,
બચીને સઘળાંય જગતની પેલી સ્વાર્થી નજરથી,
આવોને મારી નજરમાં આજ તમને સમાવી લઉં,
ફાવે જો અમારી સાથે તમને જીવવું તો કહેજો મને,
તાબડતોબ આપણી જ અલગ દુનિયા બનાવી લઉં,
નથી ફક્ત મારો સાથ તમારા સુખના સમયનો,
આજ હસતાં મુખે તમારાં દુઃખોને પણ અપનાવી લઉં,
ફક્ત તમને જ પામી લેવાની મારી આ ચાહતમાં,
આજ દુનિયાના સઘળાંય સુખોને પણ ગુમાવી લઉં,
કહે છે આજ અવની તેના જીવતણાં એ રાજને,
કે રહો ને બે ઘડી સામે તમને હૈયામાં છુપાવી લઉં.

