Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

વારસો

વારસો

1 min
310


જેમ વાળો એમ વળે બાળકો, કુમળો છોડ કહેવાય,

સંસ્કારોનો મૂડી વારસો, સીંચનથી સચવાય.


જેમ બીજનું રોપણ કરીએ, જતન કરીને ઉછેરીએ,

એમજ બાળના માનસપટ પર, સુવિચારોને રોપીએ.


બીજને અંકુર ફૂટે ત્યારે, ધીરજથી એને જાળવીએ,

એમજ બાળના વિકસતા, મનનાં પ્રશ્નોને ઉકેલીએ.


સપ્રમાણ ખાતર પાણીથી, મૂળ ઘણાં મજબૂત થશે,

એમજ સુવિચારો બાળકને, વાંચનથી વિકસિત થશે.


છોડથી વૃક્ષ થતાં સુધી, પ્રેમથી માવજત કરીએ,

એમજ સ્નેહ અને સંયમથી, બાળકને મોટા કરીએ.


સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે,

આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીને ફળશે.


વારસો વૃક્ષોથી પ્રકૃતિનો નવી પેઢીને આપીએ,

ને સંસ્કાર થકી સંસ્કૃતિનાં, ઊંડા મૂળ જમાવીએ.


Rate this content
Log in