STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

માટીની મહેક

માટીની મહેક

1 min
176

મારા દેશની માટી મહેકે સત્વ, શૌર્ય, શ્રુતજ્ઞાન થકી,

એક ઝલક જ્યાં જગત જુએ ત્યાં નમે સહુ સન્માન થકી,


રામ, કૃષ્ણ, મહાવીર તણા પદચિહ્નો જ્યાં છે પથરાયા,

અહિંસાનો આદર્શ જ્યાં ઓળખ પામે ગાંધી નામ થકી,


પાદર, પાદર ખાંભીએ જ્યાં દીપ સાંધ્યનાં ઝળકાયાં,

કથા કહે મા ભારતીની હર શહીદનાં શૌર્યગાન થકી,


સર્વધર્મ જ્યાં સમાન છે ને અનેકતામાં એક બન્યા,

એ ભારતવાસી ના બહેકે બીજાના ગુણગાન થકી,


શ્રુતની ગંગા વહે હંમેશા જ્ઞાન વિશ્વમાં વખણાયા,

શૂન્ય આપીને ભારતે ગણતા શીખવ્યું સૌને જ્ઞાન થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract