STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

લીલું પાન

લીલું પાન

1 min
321

અજબ છે પાન લીલું આ કે જેનો રંગ છે રાતો,

અમર એ સ્નેહ લાલીથી જીવનમાં રંગ છે રાતો,


સજનનું નામ શોધી દે સખીને સહજ મેં કીધું,

ઉપાલંભે હસે પ્યારીનાં મનમાં રંગ છે રાતો,


હથેળી મહેકતી ખુશીઓને લીલું પાન છે લાધ્યું,

લસોટી લાગણી સાથે પવનમાં રંગ છે રાતો,


હૃદયની ઊર્મિઓ સઘળી સમાઈ બે હથેળીમાં,

મિલનની એ ક્ષણો 'ઋજુ' સુમનમાં રંગ છે રાતો,


અધિરું થૈ રહ્યું હૈયું હવે તો સજન આવોને,

વળાવે સજળ સ્વજનોનાં નયનમાં રંગ છે રાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract