STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

જરા બીડી મેં પાંપણ

જરા બીડી મેં પાંપણ

1 min
381

હસે ચહેરો છબીમાં જે સ્મિતની પળ વિલાઈ ગઈ,

જરા બીડી મેં પાંપણને ગાલે ઝાકળ ઝીલાઈ ગઈ,


માતાના સાદને સૂણવા હવે ના કોઈ દિ મળશે,

દેતા આશિષ સ્વર્ગેથી ત્યારે મુજ આંખો રેલાઈ ગઈ,


હતું જીવન એ જિંદાદિલ સદા ખુશહાલ વ્યક્તિત્વ,

ફૂલનું ખીલવું ને ખરવું બસ બધે સુવાસ ફેલાઈ ગઈ,


સંબંધો છે ઋણાનુબંધ સંસારે પંખીનો મેળો,

સૌને ઊડી જવાનું છે આખર એ વાત સમજાઈ ગઈ,


ખાલી આવ્યાં જવું ખાલી, નથી જંજાળ જીવને પણ,

લીલી વાડી મૂકી અહીંયા જીવનલીલા સંકેલાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract