STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

રેત સમયની

રેત સમયની

1 min
119

સરતા સમયના 

અનુસંધાને

યાદ રહે છે

ફક્ત

બાકીના કાર્યો

બસ 

પામવું, મેળવવું, જીતવું...


અને

ઝડપ વધે છે

દડમજલની

એષણાંઓ, વધ્યા કરે

જાણે ઉંમર..

એ જ બની રહે છે

જીજીવિષા

જીવંત રહેવા

પણ

ભૌતિકની દોડ, ને હોડ

ક્યાં સુધી

ભૂલી જવાય છે

મળેલું, જીતેલુ, પામેલું..


યાદો ઘણી 

સ્મૃતિ પટ પર 

ક્યારેક દસ્તક કરે

છતાં

અવગણી અતિતનું

ઐશ્વર્ય

અનવરત ઉલ્ઝ્યા

રહીએ

સુખની શોધમાં

અને

આયખું સરે બની

રેત સમયની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract