Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

કાગળિયાં કેટલાં લખું

કાગળિયાં કેટલાં લખું

1 min
402

કાગળિયા કેટલાં લખું તને, હવે આવવું હોય તો આવને !

કાલાવાલા કેટલાં કરું પછી, હવે હું પણ તો રિસાઈ જાઉંને !

આ આંખોની કીકીઓમાં, વસી ગયો છે તું ઓ વ્હાલા !

બસ દિલના આયનામાં હવે, બિંબિત થઈ ઉતરી આવને !

વિયોગ તારો અસહ્ય થયો મન મૂરજાય; આંખો છલકાય,

વિરહી રાતોમાં; બળતી આંખોમાં રાહત મળે, શમણું થૈને તો આવને !

ન તું ! ન તારો પત્ર એક આવ્યો, વિહ્વળ હૈયું રડે; છૂટી ગઈ હામ,

અમંગળની આશંકાઓ વચ્ચે, શ્રદ્ધાના દીપ શો સંદેશો તો મોકલાવને !

અરે ! હટો ! વામણા વિચારોની વણઝાર, હું નહિ ભ્રમિત થાઉં

ધબકતાં હૃદયમાં મારા, તારી હયાતીનો ધબકાર તો સંભળાવને !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract