STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

જન્મદિવસનું મહત્વ

જન્મદિવસનું મહત્વ

1 min
322

દરેકને પોતાના જન્મદિવસનું મહત્વ ખાસ હોય છે,

આપણી પણ છે હસ્તી, એવો મસ્તીભર્યો અહેસાસ હોય છે,


ચારે બાજુએથી હોય છે, ભેટ અને શુભેચ્છાઓનો દોર

જન્મદિવસનો જિંદગીમાં અનેરો ઉજાસ હોય છે,


સંતાનના પ્રથમ જન્મદિવસની ખુશી હોય છે અનેરી

મા-બાપની જિંદગીમાં છવાયેલી મસ્ત મીઠાશ હોય છે,


ઉમંગ અને જોશ હોય છે, જાણે સાતમા આસમાન ઉપર

જન્મદિવસે નવી બાજી અને નવા વર્ષ જેવો ભાસ હોય છે,


જન્મદિવસની ઉજવણી હોય છે, હંમેશ ઉમરને અનુરૂપ

યાદ કરીને માણજો, જન્મદિવસમાં સમાયો જિંદગીનો ઈતિહાસ હોય છે,


ઉત્સવ, ખુશી અને શુભેચ્છાઓ સાથે નિહિત છે, એક ઉપહાસ

થયા એક વર્ષ મોટા, પણ જિંદગીનો એક વર્ષ થયો ખલાસ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract