STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4.3  

Bharat Thacker

Abstract Inspirational

જીવનની સુગંધ, ઘનિષ્ઠ સંબંધ

જીવનની સુગંધ, ઘનિષ્ઠ સંબંધ

1 min
220


StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 52

January 3, 2025

 

જીવનની સુગંધ, ઘનિષ્ઠ સંબંધ

 

 

ઘનિષ્ઠ સંબંધો, જિંદગીનું સહુથી સ્નેહ ભર્યું ગીત છે

ધનિષ્ઠ સંબંધોની સિતાર માંથી વહે જીવન સંગીત છે

 

ખુશહાલ જિંદગી માટે, સંપતિ અને સ્વાસ્થયનો તાલ છે જરૂરી

પણ ઘનિષ્ઠ સંબંધો થકી જ, પ્રસન્ન રહી શકે ચિત છે

 

જે લોકો જાળવી શકે છે, ધનિષ્ઠ સંબંધોની સુમધુર લય

એમનો સમય રહે છે સોનેરી, એ લોકો આજીવન પંડિત છે 

 

માત્ર અને માત્ર કમાણી અને પ્રતિષ્ઠા, બની રહે છે વામણી

એકલપંડે અને એકલા લોકોની જિંદગી ખંડહર અને ખંડિત છે

 

ઘનિષ્ઠ સંબંધો વગરની જિંદગી, એટલે જાણે પ્રાણી જેવું જીવન

માનવ જિંદગીમાં તો, ઘનિષ્ઠ સંબંધો, જીવનનું સાચું નવનીત છે<

/p>

 

જો જો, ઘનિષ્ઠ સંબંધો ની સરિતા ન જાય સુકાઈ

સંબંધોના કલકલ વહેતા ઝરણા થકી જિંદગી નવપલ્લવિત છે 

 

પરિવાર, મિત્રસમુદાયનો સાથ હોય તો પાર પડે ગમે તેવા પડકાર

ઘનિષ્ઠ સંબંધો હોય ત્યાં સુખ, શાંતિ અને સફળતા નિહિત છે

 

સંબંધો માં ના હોય અંતર, ધનિષ્ઠ સંબંધો ધબકતા હોય છે અંતર માં

ધનિષ્ઠ સંબંધોના સુગંધી અત્તર થકી, જીવન રહે પુલકીત છે

 

આધી, વ્યાધી અને ઉપાધી તો હોય છે, દરેકના જીવનમાં અઘટિત

ધનિષ્ઠ સંબંધો તો, દરેક આપદાને, આસાન બનાવવાની પ્રીત ભરી રીત છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract