વિચારી વિચારીને વિચાર
વિચારી વિચારીને વિચાર


StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 48
January 05, 2024
વિચારી વિચારીને વિચાર
આપણી જિંદગીમાં વિચારો જ છે દુશ્મન અને વિચારો જ યાર છે
વિચારો પર રાખવાનો છે કાબુ, વિચારો તો બે ધારી તલવાર છે
આપણી ભાવના પ્રતિબિંબીત કરતી હોય છે આપણા અંદરના વિચારોને
વર્તનનું દર્પણ દાખવે છે વિચાર, વિચારો હોય સારા તો વાણી સદાબહાર છે
કાર્ય દાખવે છે વિચારોનો અભિનય, દ્રષ્ટિ માં ઝળકે છે વિચારોની લય
હાસ્ય માં મલકે છે વિચારોની સીતાર, ક્રોધ માં વિચારોની આગ નો વિકાર છે
ભય માં હોય છે વિચારોનું કંપન, નમ્રતા દાખવે છે વિચારોની નજાકત
દયા માં દેખાશે ઉદારતાનો દ્વાર, શાંતિ એ તો વિચારોની આર
પાર છે
સામે વારાના વિચાર વિશે આપણે ન વિચારવું જોઈએ કોઈ પૂર્વગ્રહ સાથે
સામે વાળા માટે વિચારી શકે લાગણી અને સહાનુભૂતી સાથે એ જ દિલદાર છે
અલગ રીતે વિચારી શકનાર થકી દુનિયામાં આવતા હોય છે અવનવા સંશોધન
સર્જક, લેખક કે કવિ ની અલગ થી વિચારવાની પ્રતિભા, સર્જે કેટલા ચમત્કાર છે
બધે લાગુ પડે છે વિચારનો આ નિયમ કે વિચારી વિચારીને વિચાર
નકારાત્મક વિચારો ફેલાવે છે અંધકાર, હકારાત્મક વિચારો સુખી જીવનનો સાર છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ