સાચી દવા
સાચી દવા


StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 51
December 28, 2024
સાચી દવા
આજની તનાવગ્રસ્ત જિંદગીમાં લોકો શોધે દવાઓનું સમાધાન છે
ખરેખર તો દવાઓ જ બનતી જાય છે રોગ, દવા થી રહેવાનું સાવધાન છે
નાની નાની વાતો જ બની રહે જિંદગીમાં અલૌકિક ઉપચાર અને દવા
નાની નાની વાત માં જવાનું છે સુધરી, નાની અમથી વાત પર આપવાનું ધ્યાન છે
સમયસર સુવાનું અને ઉઠવાનું સમયસર માં ફાયદા છે માતબર
યોગ, પ્રાણાયમ, ધ્યાન અને વ્યાયામનું જિંદગીમાં અનેરું પ્રદાન છે
ઉપવાસ થકી જિંદગીમાં ફેલાઈ રહે છે તંદુરસ્તીની તરબતર સુવાસ
ઓમકાર નો નાદ, તંદુરસ્તી સાથે મનદુરસ્તીનો દાદુ દરવાન છે
સવાર અને સાંજ ફરવા જવામાં, સબુત રહે છે આપણા સહુની આજ
સૂર્ય પ્ર
કાશના ફાયદા છે અનેકાનેક, સૂર્ય એક માત્ર જીવતા ભગવાન છે
ભોજનને ચાવી ચાવીને ખાવાની આદત, ઘણા રોગો ને શકે છે અટકાવી
ભરપૂર પાણી પીતા રહેવું, ઘણીબધી રીતે બની રહે વરદાન છે
ઈમાનદારી અને સકારાત્મકતાનો સત્વ, ખીલવે છે આપણું વ્યક્તિત્વ
હસી મજાક, સંતોષ અને મનની શાંતિ બનાવે આપણને જાજરમાન છે
અગ્રગણ્ય હેપી ઈન્ડેક્ષ દેશોની યાદી કહે છે, કુદરતને આપો સન્માન
સમૃદ્ધ હોઈએ કે નહીં, નાની નાની વાતો માટે રહેવાનું સભાન છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ