Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Abstract Tragedy

3  

Zalak bhatt

Abstract Tragedy

સ્ત્રી

સ્ત્રી

1 min
207


 પ્રભુ શાને બનાવી તે સ્ત્રીની આ જાત ?

તારે જ અવતરવું’તું જગમાં સાક્ષાત

જયાં જન્મી ફૂલ સમી વાડી તેને એ ગમી

પણ,યુવતિ થઈ ત્યારે એક જંગલ અજ્ઞાત ?

પ્રભુ..


લાગણીનો ધોધ હૈયે

જેમ વાળે તેમ વહે

છતાંય પથ્થર આપતાં

સતત તેને કાં ઘાત ?

પ્રભુ. . . 


ઘર-સ્તરને એ સાચવે

છતાં સ્થાન એનું બાંકડે !

કોઈએ ઘડયાં નિયમ

એમાં એનો શો વાંક ?

પ્રભુ... . .


તું આવ્યો સદા દેવ બની

દેવીની સહાય લેવી પડી ?

એવી જ એ દેવી ખાય છે

હવે, શાને સદા પછડાટ ?

પ્રભુ... 


હવે જો આવે ને તો

સ્ત્રી બનીને આવ

તું તેને આધીન છે !

એ સૌને સમજાવ

નહીંતર દૈવી શક્તિનો

તું જાણે છે’ ને વિષાદ ?


પ્રભુ, શાને બનાવી તે સ્ત્રીની આ જાત ?

શું તારે અવતરવું’તું જગમાં સાક્ષાત !


Rate this content
Log in