Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Tragedy Fantasy

4.3  

Zalak bhatt

Tragedy Fantasy

આદત

આદત

1 min
260


ભૂસાયેલું વાંચવાની આદત છે મને

ઘુંટાયેલું કાઢવાની આદત છે મને,


એમ-નેમ ના આવે ભૈ ચટણીમાં સ્વાદ

કે કુટાયેલું’ય વાટવાની આદત છે મને,


તમે સમજદાર છો સમજી શકો બધું જ !

કે ગુંચાવેલું’ય રાખવાની આદત છે મને,


નથી સમાજની પરવા કે ના ખુદની ફિકર

પણ, ખુદાયેલું પાખવાની આદત છે મને ?


એતો જઈને સૂઈ ગયો પોતાની કબરમાં

પણ, એને ચાદર ઢાંકવાની આદત છે મને,


નથી ઘંટ વગાડતો રોજ હું એને માટે

પણ, એ કહે તે પાંખવાની આદત છે મને,


કોઈ અલ્લડ કહી દે ને કોઈ કહે અલગારો !

પણ, મારી જ નજરે ઝાંખવાની આદત છે મને


શું પ્રિત કરું પતંગથી પછી દોર દઉં કાપી ?

ચણ પંખીને’ય નાંખવાની આદત છે મને,


ઘણીવાર ખાટું-મીઠું ઓછું-વત્તું થાતું !

લો’ જમાડીને ચાખવાની આદત છે મને,


હોય પડ્યું એ ખુણામાં મારું શું કશું જાતુ ?

પણ શું ઘુંટાયેલું કાઢવાની આદત છે મને

ને ભૂંસાયેલું વાંચવાની આદત છે મને !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy