આજની રામાયણ!
આજની રામાયણ!


ઘણાંયે ગામ છે એના
ઘણાંયે કામ બાકી છે
ના ભજવો-રોકો રામાયણ
હજુએ રામ બાકી છે,
સજાવી પણ દીધો શણગારને
પછી થઈ’ગ્યો છે જય-જયકાર !
તમે તો વાંદરુ લાયા
હજુ હનુમાન બાકી છે !
ના કરો સીતાને શણગાર
સોનાનું મૃગ દોડાવી દો
લક્ષ્મણના હાથે આપો રેત
રાવણનું કામ બાકી છે !
આ ઊડતું કેમ ના વિમાન ?
સુગ્રીવની પાંખ ક્યાં ગઈ છે ?
સીતાજી થઈ ગયા તૈયાર ?
ઝાંઝર શું કામ બાકી છે ?
દશરથ કાં આવીને બેઠાં ?
તમારી આ પડી ચિતા
હા રાણીઓ આવી ગઈ
ને કફન શું કામ બાકી છે ?
ભરતને જઈને લઈ આવો
કે હવે મામો થયો બાવો !
સિંહાસન બાદમાં મળશે !
ને પાદુકા ક્યાં રાખી છે ?
રાવણ જો લઈ ગયો સીતા
તો રામને થાયના ચિંતા ?
નિરાંતે જઈશ, હું તુલસીદાસ
તમારું ગાન બાકી છે !
નલ-નીલ ઉઠાવો પત્થર
રામનું નામ કોણ લખશે ?
જે નાખ્યું તે ગયું ડૂબી ?
એ તિરંજામ બાકી છે !
લો’ સીતા આપને સોંપી
ને મુને લંકા આપી દો
લીધાં વિણ એમ નહીં માન
ે
આ મંદોદરી બહુ પાકી છે,
હું તમને કરું છું પ્રણામ
હે માતા, આવશે શ્રી રામ
હું થોડા ફળ શું લઈ શકું ?
સીતાએ ભાવથી કીધું હા
તોડી દો’ કેરી જે પાકી છે !
તણખલું હાથમાં લઈને
ખોવાયેલી છે એ યાદોમાં
પરંતુ,રાવણ આયો’તો
હાથ ઝાલી લીધી લાઠી છે !
રાવણના શીર છે આ ભાઈ
કે રામજી આપે ના પહેરાય
તો મારી ફક્ત વાનર સેના ?
ને સીતા પણ આગે ઝાંખી છે !
અમને તો ઘોડો બહુ ગમ્યો
અમારી સાથ પણ તે રમ્યો
વિદુર કહે ટોફી દઉં બેટા ?
રામ કહે મતિ બહુ પાકી છે !
ગુરુની સંગમાં ચાલ્યાં
ધનુષને ક્યાં મેલી આવ્યાં ?
હે લક્ષ્મણ કાં દોડી આયા ?
શુર્પણખા હજુ તો આઘી છે !
ઊઠો નહીં,શાંતિથી બેસો
જુઓ,લઈ આવી ખાવા છે ?
રામ કહે છે સારાં દે’ !
એ શબરીના બોર બાકી છે,
જશો તો જોઈ કેમ શકશો ?
કે રામ ધરતીમાં સમાશે !
સીતાને વચન આપ્યું’તું
ને રામાયણ ઔર બાકી છે !
ઘણાએ ગામ છે એના ?
ઘણાં એ કામ બાકી છે !
ના,ભજવો રોકો રામાયણ
હજુ એ રામ બાકી છે ?