કોઈ તો અમને છાપો લા
કોઈ તો અમને છાપો લા


કોઈ તો અમેરા છાપો લા
અમીરી રચના અપનાવો લા
કોઈ તો અમેરા છા પો લા,
પેન કાગળ રિસાયા અમારા
કોઈ એને મનાવો લા
કોઈ તો અમને છાપો લા,
ટચૂકડી બસ જગા માંગી
ક્યાં ગાવ શહેર માંગ્યા લા
કોઈ તો અમને છાપો લા,
ચાર લીટીમાં વાત પૂરી
અમે ક્યાં ફકરા લખ્યા લા
કોઈ તો અમને છાપો લા,
બેસણામાં પણ નહીં દેખાતો
બસ ૐ શાંતિ તો છાપો લા
કોઈ તો અમને છાપો લા,
વિનંતી કરી સૌને વિનવતો
હાથ પગ માથું જોડું લા
કોઈ તો અમને છાપો લા,
જેમ ચાતક જુએ વાટ મેઘની
એમ હું પેપર જોતો લા
કોઈ તો અમને છાપો લા,
કાળા અક્ષર ભેંસ બરાબર
માવો તારો દૂધ તો આલો લા
કોઈ તો અમને છાપો લા,
કવિને પાછો ભૂખ્યો બોમન
કોઈ એકવાર તો જમાડો લા
કોઈ તો અમને છાપો લા,
કેટલાં પાણીમાં ગરક થયા છે
કોઈ પાણી અમારું માપો લા
કોઈ તો અમને છાપો લા,
કોઈ સંપાદક કોઈ તંત્રી છે
પાછળ ચૂપચાપ ઊભા રહીશું,
કોઈ છત્રી પકડાવો લા
કોઈ તો અમને છાપો લા.