છે
છે
ઘણી નડતી હતી નાગણ બની ઈચ્છાઓ, બૂરી છે,
મદારી જેમ ઈચ્છાઓ નચાવી, મજૂરી છે,
ખબર આવી પછી સમજાય, કેવી એની મજબૂરી,
પ્રયાસો તો ઘણાયે ત્યાં કર્યા પણ, તોય દૂરી છે,
પડો ઊભા થઈ મંડી પડો મળશે જ, સાચેસાચ,
પ્રયાસોને સફળતા જ્યાં મળી, લાગ્યું મધૂરી છે,
વળાંકે રાહ જોતો એ નવો રસ્તોય ગમતીલો,
અહીં અંદર ખૂંચે કંકર ઘણાયે પણ જરુરી છે,
કુશળ નાયક બનીને પાત્ર ભજવીને જીવી જાશું,
પછી જાણ્યું હવે તારા વિના કાજલ અધૂરી છે.
