STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

પ્રેમયાત્રા

પ્રેમયાત્રા

1 min
4

શું કહું ?

હકીકતમાં કંઈ કહેવું જરુરી છે ?

એકમેકના મનની વાત તો વગર કહ્યે સમજાય,

છતાં,

દર વરસે,

કયાંક મનના ખૂણે,

કોઈ ઈચ્છા,

વારંવાર તું મને કહે એ,

અનહદ ગમતું,

આમ તો આપણે મળ્યાં ત્યારથી,

રોજ તું કહે અને હું સાંભળું, 

રોજ પહેલા કિરણ સાથે આંખ ઉઘડતા, કહું,

રાતના સ્વપ્નોમાં સરી પડતાં પહેલાં,

સ્વપ્નો પણ તારા જ,

ધબકતું આ હૃદય દર ધબકારે તારું નામ લેતું,

આસપાસ સતત તને જ અનુભવું,


તો પણ,

આ દિવસ કંઈક વિશેષ લાગતો,

તારું સવાર સવારમાં કંઈક આશ્ચર્યજનક,

કંઈક નવીનતા સાથે, પૂછવું,

શું તું મારી વેલેન્ટાઈન બનીશ ?

હંમેશા માટે ?

મારા જવાબ પહેલાં તો,

તું જ કહેતો,

ખબર છે, તું મારી જ છો,


ઓહ ! આ ખુશી,

તારી સંગાથ, 

ના ! એકમેકને સંગાથ,

આ પ્રેમયાત્રા નિરંતર આમ જ કરતાં રહીએ,

તારો આ સવાલ આમ જ ગુંજતો રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance