અવધમાં
અવધમાં
1 min
11
કાર સેવક કામ કરતા જીવ પણ આપ્યા અવધમાં
જીત કાયમ સાથ રાઘવ ચાલતી, પગલાં અવધમાં
આવકારો પ્રેમથી મળતા ફરી આવ્યા અવધમાં,
રામ લક્ષ્મણ સંગ સીતા આજ બિરાજયાં અવધમાં,
ભાવ ઓચ્છવ મનભરી ભક્તો મનાવે છે અયોધ્યા,
રામ રાજ્ય આજ સ્થાપિત થાય ત્યાં ફાવ્યાં અવધમાં,
માત કૌશલ્યા કહો કરવું શું એવું પૂછવાનું ?
રાજ દશરથની એ આજ્ઞા પાળવા રોકયા અવધમાં,
ત્યાગ સુખોનો કરી સ્વાગત દુઃખોનું હસીને,
રાજ સોંપ્યું છે ભરત, સંભાળજો રાજા અવધમાં,
રાક્ષસોનો અંત લાવી કુળ ઉજાળી બતાવ્યું,
રામનો સત્કાર કરતાં કોઈ ના થાક્યા અવધમાં,
આવતી તકલીફ હસતાં પાર કરતાં રામ નામે,
દીપ પ્રગટાવ્યા કરી છે રોશની મારા અવધમાં.
