STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

ફર્યો છે

ફર્યો છે

1 min
366

જ્યાં મોડું થયું આવતાં ત્યાં ડર્યો છે,

જરા થોભ બોલીને પાછો ફર્યો છે,


પ્રયાસો બધા સાવ નિષ્ફળ ગયા તો, 

પછી યત્ન ત્યાં એકલાં આદર્યો છે, 


નમી જાય માથુંય શ્રદ્ધાથી જોજો, 

હૃદયથી પછી ખૂબ ત્યાં સાંભર્યો છે, 


ને ગણના થશે ખાસ ભક્તોમાં ત્યારે, 

જરા ધ્યાનથી સાંભળીને તર્યો છે,


સિતારાની દેખી ચમક થાય ઈચ્છા

જો સ્પર્શી શકું હાથથી ત્યાં ખર્યો છે,


કરી લો સફાઈ મગજમાં ભરાયેલ

નકામા વિચારોનો કચરો ભર્યો છે,


એ લંબાવશે હાથ દોસ્તીનો ત્યારે,

જુઓ માનથી હાથ સામે ધર્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract