વાણીમાં સંયમ અને મીઠાશ
વાણીમાં સંયમ અને મીઠાશ
ભાષાએ ભાષા સાથે કર્યો તકરાર
મારી ભાષા સારી હું કરું એકરાર,
એવી ચડસાચડસીમાં થતો રહ્યો ઝઘડો
ભાષા ના રહી કાબૂમાં, ભાષા થાય બેકાબૂ,
એટલામાં દેખાઈ આવી યંગ શાણી ભાષા
શાંત રહો શાંતિ રાખો કેમ કરો છો કકળાટ ?
તકરારનું પણ કોઈ એક કારણ હોય
બોલો બોલો સંબંધ કેમ થયો વાંકો ?
જોતજોતામાં ટોળે મળી તમામ ભાષાઓ
સોરી સોરી કહેતી ભાષાએ હેટ કરી ઊંચી,
સમજી ગઈ સમજી ગઈ એમ બોલી શાણી ભાષા,
વિવેક બુદ્ધિ સાથે સુભાષિત સાથે કરી શરૂઆત
તમારા બધાની માતા છું, હું ગૌરવશાળી દેવભાષા,
વાણીમાં મીઠાશ, વાણીમાં સંયમ એવી છું સંસ્કૃત ભાષા
સર્વ વિશ્વને એક કરવા માટે આપ્યું છે એક સૂત્ર
નારો મારો એ જ છે વસુધૈવ કુટુંબકમની ભાવના,
કોલાહલ થયો શાંત, સભામાં હાજર રહેલા થયા સ્થિર
માતાને સન્માન આપવા, ઊભા રહી, કરવા લાગ્યા વંદન.
