ધ્વજ
ધ્વજ
ધ્વજ
આશા રાખી,કોઈક તો હશે,
ત્યાં તો એક ધ્વજ દેખાય
જીવવાની ઈચ્છા થતી
ધર્મની એ ધ્વજા લહેરાય
અકાળે અંધકાર જોયો
માનવ માનવનો દુશ્મન થયો
પોત પોતાનો વિજય કરવા
માનવ સૃષ્ટિનો વિનાશ થતો
આખરે અમે નિરાશ થઈ ને
આશા રાખી સ્મરીએ પ્રભુ
એજ આશામાં અમને
ધર્મની ધ્વજા દેખાય
માનવ ધર્મ મોટો છે
વિનાશનો કોઈ અંત નથી
હેત પ્રેમથી જીવન છે
ધરતી પર જ સ્વર્ગ છે
ધ્વજા તો એક માત્ર નિશાની
આપણને સાચો રસ્તો મળે
કેસરિયાથી ડરવું નહીં
સૂરજના પ્રભાતથી સવાર છે.
સવારના કિરણો જુઓ
કેસર કેસરી દેખાતા જાય
સાક્ષાત દેવ દર્શન આપવા
આકાશમાં સૂરજ કેસરી દેખાય
રંગોનું મહત્વ છોડો
માનવનું નિર્માણ કરો
ધર્મની ધજા માનવતા કાજે
એ દિવસે જ સતયુગ હશે.
- કૌશિક દવે
