STORYMIRROR

Kaushik Dave

Abstract Fantasy Others

4  

Kaushik Dave

Abstract Fantasy Others

રાણી

રાણી

1 min
330


"રાણી "


સત્યના માર્ગે ચાલતી,નામ છે એનું રાની


 જન્મે નથી એ રાણી,પણ નામ છે એનું રાની


 કષ્ટ જો પડે તો પણ એ ન ગભરાઈ જાય


 હિંમત રાખીને સત્યને સાથ આપતી જાય


 શું સત્યથી એ જીતશે? કે હારથી હારશે!


સાથ આપવા માટે રાજકુમાર મળી જશે?


 ગરીબાઈમાં પણ કુનેહથી આગળ વધી


 સૌના દિલને જીતીને રાની એ મશહૂર બની


 તોફાન અને સંકટોમાંથી બહાર રાની આવી


 તલવારથી નહીં,સત્ય કાજે લડતી એ રાની


 રાનીના દિલમાં પણ પ્રેમ ભાવ હોય છે


 રાનીને પ્રેમ કરનાર કેવો સત્ય કુમાર આવશે?

- કૌશિક દવે 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract