શંખ
શંખ


સુષિર વાદ્ય શંખ જે દીસતો બ્રાહ્યકર્ણ
વારિજ છિપાતા છીપ રંગ શ્વેત વર્ણ
યુદ્ધ ઘોષ સિન્ધુપુષ્પ દીર્ઘનાદ સુકર્મ
વારિજાત, જલજ જીવ ગૃહનો સ્વધર્મ
ભૂરે રંગ કંબુજ નારંગી ઉજળા મોતી
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી
હરિ દ્વાર ખોલતાં બજાવી શંખ સાચા
અભિષેક જમણો ફૂંકવા ડાબેથી વાચા
સુશોભન સાધન સહી મહીં શાહી રંગ
કન્યા કોડ શાખા પૌલા પરિણય બંગ
સુષિર વાદ્ય શંખ જે દીસતો બ્રાહ્યકર્ણ
યુદ્ધમાં ઢાલ બનતા ખંડમાં ઉછરે પર્ણ.