STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

4  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

કહી શકાય નહીં

કહી શકાય નહીં

1 min
352

છે હકીકત કે કલ્પના કહી શકાય નહીં,

વર્ષો વીતી ગયાં પાછાં ફરી શકાય નહીં.


અનુસરી જગતને જીવન જીવ્યાં,

નાટક છે જીવન, ભેદ ખોલી શકાય નહીં.


પાપ - પુણ્યને વ્યર્થ કથી શકાય નહીં,

ઝાંઝવાને ઝપટમાં લઈ શકાય નહીં.


છોડી દઉં જો દોડવું માણવા આનંદ,

મંઝિલ સુધી પહોંચી શકાય નહીં.


ખુદા તારા ખેલને સમજી શકાય નહીં,

તું ભટકે તું પામે કંઈ છોડી શકાય નહીં.


નાહક, શા માટે રચ્યાં આવા ખુદના અંજામ તેં ?

તુજથી અવર અન્ય ક્યાંય જઈ શકાય નહીઁ.


તારા અસ્તિત્વની અનુભૂતિને વહેમ કહી શકાય નહીઁ,

બંદગીનું જીવન, છે રહેમ કે પ્રેમ કહી શકાય નહીઁ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract