પ્રણયે અસર કરી છે
પ્રણયે અસર કરી છે
આ પ્રણય એ કંઇક તો અસર કરી છે,
અમસ્તી ક્યાં તારી નજર નમી છે !
તેં મને તારો ભલે કીધો ન કીધો,
પણ, તારા ઈશારા એ હામી ભરી છે.
ઝુકાવી હું મસ્તક છું બેઠો તુજ કને,
ભણી દે "હા" બસ એની જ કમી છે.
હશે ગુણ અવગુણ મારામાં અનેકો, પણ
પ્રેમે ક્યાં ગુણ દોષ તરફ નજર કરી છે.
જેવો છું હું તેવો હવે બસ છું તારો,
જાત ને મેં મારી તુજ હાથમાં ધરી છે.
કરી દે કૃપા સદ્-ગુરુ નજરે કરમથી,
તારવાની બંદગી એ અરજી કરી છે.