STORYMIRROR

Tirth Soni "Bandgi"

Others

4  

Tirth Soni "Bandgi"

Others

સુમન

સુમન

1 min
15


પોર પડી ને ઉઠ્યા સુમન

ઢળ્યા રવિ ને પોઢ્યા સુમન

ઉપવન માં ડગમગતા સુમન

ગીત મધુરાં ગાતાં સુમન

ભમરાઓ ની શાળા સુમન

મઘ મીઠું મલકાતાં સુમન

તરુઓ શણગારતા સુમન

આસપાસ મહેકાતા સુમન

કો' કેશ ને સજાવતા સુમન

કોઈ મઝાર ચઢાવતાં સુમન

આળોટતાં હરિ ચરણોમાં કદી

મનુષ પદે કચડાતા સુમન

વ્રત માં વિશ્વાસ વર્ણવતાં સુમન

સૌન્દર્ય લજવતા સુમન

કાળમીંઢ કાળજે ખીલતાં સુમન

ઝરણાં કાંઠે બેઠાં સુમન

શમણાં તૂટયાં ઉગ્યાં સુમન

શબ્દો પહેલાં પુગ્યાં સુમન

ઉત્સવ પ્રસંગ કે શોક મરણ

સૌ એ ફક્ત શોધ્યાં સુમન

પ્રથમ શાખ પછી પર્ણ બન્યાં

ને કળી ખુલી ને ખીલ્યાં સુમન


- બંદગી


Rate this content
Log in