STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

4  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

નહીં આવે

નહીં આવે

1 min
297



નહીં આવે એ નહીં આવે,

ઝાલર ના રણકારે એ નહીં આવે,

કરતાલ વગાડે એ નહીં આવે,

જ્યારે આર્ત કરુણ પોકારે કેદાર ગવાશે,

એ દોડી દોડી આવશે...

વિહ્વળ વેશ કર્યે એ નહીં આવે,

ભગવો ભેખ ધર્યે એ નહીં આવે,

પહેલાં તું નરસૈંયો થા,

પછી એ શેઠ શામળશા થાશે,

એ દોડી દોડી આવશે...

અજંપા જાપે એ નહીં આવે,

ધુણાં ના તાપે એ નહીં આવે,

રાખ્યે ગુરુ વચન દ્રઢ વિશ્વાસ,

એ ગોવિંદ થાશે,

એ દોડી દોડી આવશે...

ગુરુ ને પ્રતાપે આ "બંદગી" વદે,

જે રાંક થઈ આંઠે પોર એને ગાશે ,

પાવરી પ્રેમે પખાડશે,

એ પરગટ થાશે... થાશે... થાશે...

એ દોડી દોડી આવશે...


- તીર્થ સોની "બંદગી"


Rate this content
Log in