મિથ્યા વચનો
મિથ્યા વચનો
શું થયું તારા આપેલ વચન નું ?
શું એ કોલ તારા મિથ્યા માનું ?
તારી રાહ તાકતી આંખો થાકી,
શું કરીશ બહાનું ન આવવાનું ?
નૈન સાગરના જલ મારા સુકાઈ ગયા
શું લઈશ દામ શુષ્ક આંસુ લૂછવાનું ?
આશા મેં બાંધી અઢળક હરખથી,
તું ક્યારે છોડીશ અમને છેતરવાનું ?
તારા દીદાર કાજે ક્યાં સુધી તડપવાનું ?
શું પ્રેમને તારા હું તોતા રટણ જાણું ?
હારી ને હામ બધાં, હિબકે હૈયુ ઉલેચી મેં,
પળેપળ મરતા મરતા, ત્યજી દીધું જીવવાનું.