કોઈ બહાનું મળે
કોઈ બહાનું મળે
હવે તો તને મળવાનું કોઈ બહાનું મળે,
આ સપનું સાચુંં થઈને ક્યાંક છાનું મળે,
દિલની આખી કિતાબમાં છે તારી યાદ,
તું મળે તો ભરી દઉં કોઈ ખાલી પાનું મળે,
દિવાનગીની બધી હદ વટાવી દઈશું,
ભલે પછી બિરૂદ ઊંચા ગજાનું મળે,
એક એક દિવસ સદીઓ જેેેમ જીવી લેવો,
જો કોઈ હમસફર ખૂબ જ મજાનું મળે,
બધા ગુનાઓ કબૂલ કરી લઉં મારા,
તારા તરફથી કોઈ કારણ સજાનું મળે.

