ચૂંદડી ઓઢી રે તારા નામની
ચૂંદડી ઓઢી રે તારા નામની
ચૂંદડી ઓઢી રે તારા નામની હો રાજ,
ચુંદડી ઓઢી રે તારા પ્રેમની,
આજે વીત્યા વર્ષોના દહાડા,
વીત્યા કાલના રે દહાડા,
આજે આવે રે મારો સાયબો હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે આવે મારા પ્રેમનો નાથ,
આજે આવે રે મારા પ્રાણ નાથ,
ચૂંદડી ઓઢી રે તારા પ્રેમની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે સવારે મળ્યા રે પ્રેમના પત્ર,
જોતા રે હરખાઇ મારા સાજણને,
ચૂંડદી ઓઢી રે તારા સાથની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે યાદ આવ્યા એ પ્રેમના દિવસ,
આવી રે યાદ એ પ્રેમની રાતો,
ચુંદડી ઓઢી રે તારા મિલનની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે આવ્યો મારે હૈયાનો આનંદ,
હૈયે ના સમાય એવો એ પરમાનંદ,
ચૂંદડી ઓઢી રે મારા નાથની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે જમવાનો છે સ્વાદ અનેરો,
જે જમે છે મારો પ્રીતમ સનેરો,
ચૂંડદી ઓઢી રે તારા સ્નેહની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે તારા શબ્દો એ ગૂંથાણી હું તો,
તારા પ્રેમ માં મિલાણી હું તો,
ચૂંદડી ઓઢી રે તારી પ્રીતની હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે આવ્યા છે એ પ્રેમના દિવસો,
આવી આજે એ પ્રેમની રાતો,
જીવન જીવ્યાં રે તારા સંગનું હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે જીવનની એ અનોખી યાદોમાં,
મળ્યા રે મારા સ્વપનના રાજ,
જીવન શોધ્યા રે તારા વિરહમાં હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.
આજે ગયા એ વિરહની રાતોના આસું,
આખોમાં આવ્યા એ પ્રેમના આસું,
છલકે છે આજે મારી આંખમાં હો રાજ,
ચૂંદડી ઓઢી રે તારા નામની.

