STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

જીવન

જીવન

1 min
11

કેમ જાણે હું આજે થાકી ગયો છું,

જીવનના અન્યાયથી હારી ગયો છું,

કેમ હું મતલબના જીવનની સારથી છું,

કેમ હું અન્યાયપૂર્વક જીવનનો રથી છું,


કોઈ કહે તું મારા જીવનનો પહેલો પ્રેમ છે,

કોઈ કહે આ જીવનનો એક માત્ર વહેમ છે,

કોઈ કહે કે તારા માટે ખુશી હું લાવી દઉં,

ખુશીના પાછળના આંસુ શું ભૂલાવી દઉં,


કોઈ કહે છે કે મારું જીવન તને સમર્પિત છે,

કોણ જાણે કે ભગવાન સામે શું સમર્પિત છે,

કોઈ આરોપ લગાવી રહ્યું છે કોઈ પ્રત્યારોપ,

કોઈ સમર્થન આપે છે તો કોઈ આપે મંથન,


કોઈ કહે છે કે તારા દુઃખ મારા કરી લઉં છું,

જિંદગીના આંસુ એ તો હું જ પીડાઉં છું,

કોઈ કહે છે કે મને તારા વિના નથી ગમતું,

મૃત્યુના સમયે કેમ સાથે આવવું નથી ગમતું,


મતલબની દુનિયાને મતલબની છે વાતો,

મૃત્યુ જ સત્ય છે એ જ જીવનની મૂળ વાતો,

નશ્વર શરીર છે જે રાખ બનીને ઊડી જશે,

તારા મારા મીઠા વચનો કાળમાં સમાઈ જશે.


Rate this content
Log in