STORYMIRROR

Patel Shubh

Romance

4  

Patel Shubh

Romance

પ્રેમ

પ્રેમ

1 min
301

હે દિલની વાતો મારી હવે કોને રે કહેવી,

તારા વગર દિલની મારે વાતો શું કરવી,

ઇન્સ્ટામાં સૌથી મને પહેલો મેસેજ કરતી,

મારા રિપ્લાય વગર એ જમવાનું ના કરતી.


એના વોહટ્સપમાં પ્રેમના સ્ટેટ્સ મુકતી,

વિડિઓ રે કોલથી રોજ વાત એ કરતી,

મારી યાદોને દિલમાં સાચવીને રાખતી,

મારા યાદોમાં આંખોના આશુએ લૂછતી.


જીવનની યાદોનીની હવે કડવી છે કહાની,

કુદરતએ જાણે હવે દિલની છે આ કહાની,

મારી યાદોમાં રોજ વ્રત ઉપવાસ એ કરતી,

મારા રે પ્રેમને જન્મો જન્મનો સાથ રે માનતી.


કુદરતની પરીક્ષામાં સાથ રે જીવનનો છૂટ્યો,

આપણા રે પ્રેમથી જાણે કુદરત પણ રડ્યો,

પ્રેમના આશુંએ હવે દિલના ઘા રે શું વાગ્યા,

કુદરત જાણે હવે કેવી સ્થિતિમાં રે વાગ્યા.


મળીશું હવે આપણે જન્મો જન્મની યાદમાં,

મળીશું હવે આપણે દિલના મુત્યુના સમયમાં,

યાદો માં યાદ કરી જીવનની નૈયા પસાર કરીશું,

પ્રેમના લોહીના આંસુએ ભવસાગર પાર કરીશું


Rate this content
Log in

Similar gujarati poem from Romance