STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

મા ચામુંડા ગરબા

મા ચામુંડા ગરબા

1 min
191

ભક્તિના હૈયે ને મા ગરબાની રાતે,

માતા ચામુંડા આવ્યા તાણા રે ધામે,


હે દેશી ઢોલના તાલે માતા રે રમતાં,

આજ નવલી નવરાતમાં રૂડા રે રમતાં,


સજ્યા સોળે શણગાર ને સોનાના રથડે,

હે માતા આવ્યા આજે ભક્તિ કેરા રંગે,


રમે મા કેસરિયા ગરબે રમે મા સોના ગરબે,

માતા રમતાં આજ હરખના રૂડા આનંદે,


ખમકારા આજે ૧૪ ભુવનમાં રૂડા રે ગાજે,

પવનના સપાટા ને ગરબાના રૂડા છે રે ઝપાટા,

માં ચામુંડાના હરખના જોવા મળે રે ઝપાટા,


માતા ચામુંડા રમે તાણા ધામે ભક્તિ કેરા ગામે,

કંકુ કેસરના છાટડા છાંટાય ફૂલડાં રે વરસાય,

નવલી નવરાતના રૂડા ગરબા ને ગીત ગવાય,


માતા ચામુંડા રમે તાણા ધામે સૈયરો ને સંગ,

હાલરિયા ગવાય રૂડા રાસડા માતાના લેવાય,


એક તાળી બે તાળી માતા રમતાં રે ચૌદ તાળી,

ધરતી ધમધમે ને ગગન પુરે રૂડી રે આજ પાંખ,


માતાના હાલરિયે રાસદે ભક્તો રૂડા રે ઝૂમતા,

જ્યાં માં ચામુંડા તાણા ગામે આજ રૂડા રે રમતાં.


Rate this content
Log in