STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

મા ચામુંડાની આરતી

મા ચામુંડાની આરતી

1 min
220

હે ઝગમગ દીવડા થાય માનું મુખડું રે હરખાય,

હું તો ઉતારું રે આરતી માતા ચામુંડાની રે,


હે રૂડાં દીવડા લાખ થાય માનું હૈંયુ રે હરખાય,

હું તો ઉતારું રે આરતી તાણા રૂડા ગામે રે,


હે પાવન મહિમા આજે તાણા રૂડા રે ગામનો,

હે તાણા રૂડા ગામે માતા ચામુંડાના ધામનો રે,


હે ભકતો ભેળા થાય માની આરતી રે ગવાય,

હું તો ઉતારું રે આરતી માતા ચામુંડાની રે,


હે ત્રણેય લોકમાં જો માનું તાણા રૂડું ગામ રે,

હે તાણા રે ગામે માની કૃપા છે અપરંપાર રે,


હે માની ભક્તિ અપરંપાર છે તાણા રૂડાં ગામ,

હું તો ઉતારું રે આરતી તાણા રૂડા ગામે જો,


હે તાણા રે ગામે માંએ પૂર્યા રે પરચા અપાર જો,

હે માની રે કૃપા થકી મહીમાં તાણા ગામનો રે,


હે ત્રણેય લોકમાં આજ તાણા રૂડું માંનું ધામ,

હું તો ઉતારું રે આરતી માતા ચામુંડાની હો,


હે માતા ચામુંડાની આરતી કરું ભોળા મનથી જો,

હે માતા ચામુંડાની કૃપા થકી ઉજળા અવતાર રે,


હે થાશે લીલીવાડી રાજ માની કૃપા દિવસ રાત,

હું તો ઉતારું રે આરતી તાણા રૂડા ગામે જો.


Rate this content
Log in