STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

માં ચામુંડા ગરબા

માં ચામુંડા ગરબા

1 min
223

હે મોરલો તાણા ગામે આવ્યો રે,

ચામુંડા માના ગરબા ગુંજતો રે,

હે માં ચામુંડા ના દર્શને આવ્યો રે,

મધુર ટહુકા કરતો રે લોલ.......,


હે મોરલો ચામુંડાના શરણે આવ્યો રે,

માં ચામુંડાની ભક્તિ કરતો રે,

હે મોરલો માં ચામુંડા ના ધામે આવ્યો રે,

માં ચામુંડા હરખે રે લોલ ..........,


હે તાણા ગામે બેઠા છે માં ચામુંડા,

મા ચામુંડાનો મહિમા છે અણમોલ,

હે તાણા રૂડા ગામે ને માં ચામુંડાના ધામે,

મીઠાં ટહુકારે મોરલા એ કર્યો જયકાર,


હે તાણાના ગામે દર્શનીયે આવતા,

ભક્તોના જીવન સફળ રૂડા થાય,

હે મોરલો માં ની કૃપાથી હરખાતો રે,

માં ના ગરબે થનક થનક નાચતો રે,


હે મોરલાને ટહુકારે આશિષમાં આપતા,

તાણા ગામે માવલડીના પરચા અણમોલ,

હે મોરલો તાણા ગામે આવ્યો રે,

માવલડીની ભક્તિ કરતો રે લોલ ..........


Rate this content
Log in