STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

હે જેસલ કરી લે ને વિચાર

હે જેસલ કરી લે ને વિચાર

1 min
111

હે જેસલ કરી લે ને વિચાર,

માથે મોત ફરે છે રે અપાર,

હું તો કહું રે હવે સાચી વાત,

ના જાય હવે એળે રે અવતાર,

હે જેસલ કરી લે ને વિચાર,


હે ભક્તિ તણો છે આ અવતાર,

રૂડો મળ્યો રે આજ રે અવતાર,

હે હવે ઉતરો રે જેસલ ભવપાર,

ના મળે રે બીજો રે આવો અવતાર,

હે જેસલ કરી લે ને વિચાર,


હે ભક્તિ તણો આ છે મનખો રૂડો,

જાણે પાપ પુણ્યનો અભરખો રૂડો,

જાણો જેસલ હવે એક સતની રે વાત,

ભક્તિ થકી જાણો રે હવે એ વાત,

હે જેસલ કરી લે ને વિચાર,


હે જેસલ પાપ આજે ધરતીના અપાર,

નુગરા શું જાણે હવે ભક્તિની રે વાત,

પાપ પુણ્ય થકી ના કર્યા તે કંઈ હિસાબ,

એ તો જાણે રે આજે મારો પરમાર્થનો નાથ,

હે જેસલ કરી લે ને વિચાર,


હે મૃત્યુ આવે છે હવે સામી રે રુડી વાટ,

નુગરા ના જાણી શકે હવે એ રુડી વાટ,

ભક્તિના સત થકી તમે જાણો રે વાટ,

થાશે અંધારા રે આજ જાણો મોક્ષની વાટ,

હે જેસલ કરી લે ને વિચાર.


Rate this content
Log in