STORYMIRROR

Patel Shubh

Others

4  

Patel Shubh

Others

મા ચામુંડા ગરબા

મા ચામુંડા ગરબા

1 min
398

ઝીણા ઝીણા રણકાર આજે,

ગાજે ચૌદ ભુવનમાં રે આજે,

નવલી નવરાતના રણકાર આજે,

રમવા આવ્યા મા ચામુંડા રે આજે.


સામૈયું રે કર્યું મીઠા ભાવથી આજે,

સજ્યા ચોક રૂડા મોતીડે રે આજે,

રૂડા નવરાત ના પડઘમ રે રૂડા વાગે,

રૂડા તાણા ગામે ઉમંગ રૂડો રે જામે.


દિવડે દીવડે અજવાળા રૂડા રે થતાં,

માતા ચામુંડા રે ગરબે રૂડા રે રમતા,

પ્રીતના પ્યાલે મા ચામુંડાને વધાવું,

શેરીએ શેરીએ રૂડા ફૂલડાં રે વેરાવું.


સોના રથડે રૂપાના રથડે મા આવતા,

હૈયાની આશિષ સૌ પર વરસાવતા,

ભક્તો આવો આજે તાણા રે ગામે,

લાવજો માં માટે ચૂંદડી ને નારિયેળ.


લાપસી ને લાડવા મા ને નીવેધ ચડતા,

જ્યાં મા ચામુંડા હરખે ઉમંગે જમતાં,

ભક્તોની આસ્થા ને શ્રદ્ધા છે રૂડી,

આવજો ભક્તો તમે હૈયાના ઉમંગે.


Rate this content
Log in