STORYMIRROR

Patel Shubh

Others

4  

Patel Shubh

Others

એક જ હતો તારો આશરો

એક જ હતો તારો આશરો

1 min
8

જીવન જીવી રહ્યો છું એ વિશ્વાસે ,
એક જ હતો તારો આશરો,
જ્યાં ખેલ હતો જીવન મરણ તણો,
એક જ હતો તારો આશરો ,

રાતના છે સ્વપ્ન ને દિવસ ની એ વાતનો,
એક જ હતો તારો આશરો ,
જ્યાં હાથ કંપે હૈયું બેસે ને કરુણામય વાતનો,
એક જ હતો તારો આશરો ,

કોણ જાણે કેવી વેળા આવ્યો સમય કાળનો,
એક જ હતો તારો આશરો ,
રડતી આંખે ને પાંપણ ના ભીના રે પલકારે ,
એક જ હતો તારો આશરો ,

ધ્રુજતા રે દિલ ના ધબકાર ને હૈયા ની હામ નો,
એક જ હતો તારો આશરો ,
રાત વેરણ શું કરે જ્યાં આશુએ લખેલા શબ્દનો,
એક જ હતો તારો આશરો ,

જીવન ના ભૂતકાળ નો ને ભવિષ્ય ની વાત નો,
એક જ હતો તારો આશરો ,
આશુ ના ટીપે ટીપે ને ને કાળજડા ના ઘાવ તણો ,
એક જ હતો તારો આશરો .



Rate this content
Log in