STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

પ્રતિક્ષા

પ્રતિક્ષા

1 min
206

હૈયું ધબક્યું ધબક ધબક

સ્મિત ફરક્યું મરક મરક,


હતી નયન તણી પ્રતિક્ષા,

સ્વપ્નો દેખીને હરખ હરખ,


વાટ જોતાં થયાં અનિમેષ,

ભૂલી ગયાં એ પલક પલક,


ડાબા અંગે મચી હલચલ,

કરવા લાગ્યું' તું ફરક ફરક,


વાલમ આગમનની એંધાણી,

કહેતું ઉર એને બરક બરક,


એના વિના સંસાર તો સૂનો,

સુખ સઘળાં હો નરક નરક,


Rate this content
Log in

Similar gujarati poem from Romance