"પ્રણય"
"પ્રણય"
કોઈની નજર પડી હશે,
ને ગૂંથેલાં કેશ ખૂલ્લા થયા હશે,
આંગળીઓનો સ્પર્શ થયો હશે,
ને સ્પંદનો સફૂર્યા હશે,
પાલવ ઢળ્યો હશે,
ને રાત મહેંકી હશે,
હોઠ તરસ્યા હશે,
ને દિલ વરસ્યું હશે,
જ્યારે પ્રણયની શરૂઆત થઈ હશે,
ત્યારે ધરતી ને ગગન એક થયા હશે.

